નંદરાયજી ગૌશાળા, જ્યાં ગૌમાતાની પ્રેમથી સંભાળ રાખવામાં આવે છે....
અમારી ગૌશાળા માત્ર ગાયોને આશ્રય આપતી નથી, પરંતુ તેમને 'ગૌમાતા' તરીકે પૂજનીય માનીને તેમની સંભાળ રાખે છે. અમારું લક્ષ્ય નિરાધાર, વૃદ્ધ અને બીમાર ગાયોને પ્રેમ અને સુરક્ષિત આશ્રય પૂરો પાડવાનો છે.
ગૌવંશની રક્ષા, ગૌ-સંવર્ધન અને ગૌ આધારિત પ્રાકૃતિક જીવનને પ્રોત્સાહન. ગૌશાળામાં નિત્ય સવારે સૂર્યોદય સમયે તથા સાંજે સુર્યાસ્ત સમયે અગ્નિહોત્ર યજ્ઞ કરવામાં આવે છે. સમયાંતરે યજ્ઞશાળામાં નારાયણ યજ્ઞ, નવચંડી યજ્ઞ, શિવયજ્ઞ વગેરે યજ્ઞો થાય છે. જેમાં ગાયના છાણા તથા ઘી વાપરવામાં આવે છે. ગૌમાતાની પ્રત્યક્ષ હાજરીથી વાતાવરણ અત્યંત પવિત્ર અને સાત્વિક બને છે. તથા મનને પ્રસનતા પ્રાપ્ત થાય છે.
નિરાધાર અને બીમાર ગાયો-બળદોની સેવા અને સારસંભાળ, દર બુધવારે ગાયોને શુદ્ધ ઘીના ચૂરમાના લાડવા ખવડાવવાની પરંપરા, ઠંડી, ગરમી અને વરસાદથી બચાવવા માટે વિશાળ અને સ્વચ્છ શેડ, ચારો અને શુદ્ધ પાણીની સતત વ્યવસ્થા, ગૌ ગ્રાસ માટે જુદાં-જુદાં લીલા/સુકા ઘાસનું વાવેતર કરવામાં આવે છે. જાર, મકાઈ, બાજરી, પાયોનીયર મકાઈ, હાથીઘાસ, લચકો વગેરે ઉગાડવામાં આવે છે. ગાયને લીલોઘાસચારો ખવડાવવામાં આવે છે. સજીવ ખેતી માટે સેન્દ્રિય ખાતર તથા બાયો પેસ્ટીસાઈડ વપરાય છે. જે ગોશાળામાં તૈયાર થાય છે. ગોમૂત્ર તથા છાશનો કીટ નિયંત્રણ તરીકે ઉપયોગ થાય છે.
ગૌમાતાની સેવા સાથે ધરતીમાતાની સેવા, ભારતમાં ગોપાલન સનાતન ધર્મ છે. ગૌશાળામાં નિત્ય સવારે સૂર્યોદય સમયે તથા સાંજે સુર્યાસ્ત સમયે અગ્નિહોત્ર યજ્ઞ કરવામાં આવે છે.
ગૌમાતાની નિ:સ્વાર્થ સેવા એ માનવ ધર્મ છે. સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે આવશ્યક છે. ચક્રવર્તી રાજા દિલીપ ગાયની રક્ષા માટે પોતાનું શરીર દેવા તૈયાર થઈ ગયા હતા.
ગૌશાળામાં ગૌમાતાનું મહત્વ તથા ધાર્મિક, આર્થિક, અને પર્યાવરણ. જેમાં ગૌ મહત્વ તથા જેવિક ખેતીને લગતા પુસ્તકો, સાહિત્ય મુકવામાં આવેલ છે. મુલાકાત લઇ બીજાને પણ પ્રેરણા આપો.
ગૌશાળામાં ધાર્મિક, શેક્ષણિક, પ્રસંગો, ઉત્સવો, કથા, પારાયણ, સત્સંગ, ભજન-કીર્તન હેતુ ૩૦૦ વ્યક્તિની ક્ષમતા વાળો ગોવર્ધન હોલ તૈયાર કરવામાં આવેલ છે.
પ્રાત: ૪:00 કલાકથી નિત્ય સેવા કાર્ય શરુ થાય છે.
પ્રાત: ૬:00 કલાકે મંગલ વાતાવરણ માં અગ્નિહોત્ર યજ્ઞ તથા ગાય માતાની સેવા પુજા કરવામાં આવે છે.
ભારતીય સંગીતના મંગલ ધ્વનિનું ગૌમાતાને સતત શ્રવણ કરાવવું, સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંકલ્પ.
સમયાવધિમાં ઘાસચારો ખવડાવવાનું આયોજન, માંદી ગાયોની નિત્ય સેવા, રેગ્યુલર ચેકઅપ તથા સતત દેખરેખ.
નંદરાયજી ગૌશાળાને આપના પ્રતિભાવ અને સૂચન પાઠવો...